સુસાઇડ નોટમાં મને માફ કરજો અને રૂમ પાર્ટનર ને “સોરી” કહ્યું ચોટીલા પંથકની કિશોરીએ અંતિમ પગલું ભર્યું
Rajkot,તા.28
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ડાલીબાઈ હોસ્ટેલ ખાતે રહેતી ધોરણ 11 માં અભ્યાસ કરતી તરુણીએ અભેરાઈએ એંગલમાં ગઈકાલે ગળેફાંસો ખાઈ લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર મળે તે પહેલા તરુણી ને તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે માલવિયા પોલીસનો સ્ટાફ દોરી ગયો હતો અને મૃતદેહને પ્રિય મળશે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ ડાલી બાઈ હોસ્ટેલમાં રહેતી રિંકલ મનસુખભાઇ ગાબુ ઉંમર વર્ષ 16 વર્ષીય તરુણીએ ગઈકાલે રાત્રે પોતાના રૂમમાં અભેરાઈ ની એંગલ માં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા તરુણીને તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે માલવિયા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક તરુણી ને ચોટીલાના ત્રાજ પર ગામની વતની હોય અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય માં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ એક વર્ષથી અભ્યાસ કરતી હતી રાજકોટ ભણવા માટે રહેતી હોય અને ગત રાત્રે ઘરે પાછો ખાઈ લીધેલ જે પોતાની સાથે રૂમમાં રહેતી પાર્ટનર સવારે જોઈ જ હતા સમગ્ર મામલે જાણ થઈ હતી મૃતક ના પિતા ખેતી કામ કરતા હોય અને ગઈકાલ સાંજે પિતા સાથે ઓપચારિક વાત કરી હતી અને જણાવ્યું હતું કે તમે કેમ હમણાં મળવા આવતા નથી આવી વાત કરી હતી અને મૃતકે સુસાઇડ નોટમાં પોતે કોઈ ભૂલ કરેલ હોય તો માફ કરી આપવા અને રૂમ પાર્ટનરને સોરી કહી આપઘાત કર્યો હતો .આ અંગે મૃતકના માતા-પિતાને આપઘાતના કારણે કોઈ જાણ નથી આ અંગે માલવિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

