Bhavnagar,તા.28
ભાવનગર શહેરમાં આવેલા મોટા રેલ્વે સ્ટેશન ગેટ ની સામે આવેલા યાત્રી ગેસ્ટ હાઉસ ની બાજુમાં જાહેરમાં જુગાર રમાઈ રહિયા ની બાતમી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળી હતી. એલસીબી મોટા રેલવે સ્ટેશન પાસે જુગારનો દરોડો પાડી, જુગાર રમતો વિશાલ નગીનભાઈ ગોહેલ, અફઝલ ગફારભાઈ શેખ, કૃપાલ અર્ગોવિંદભાઈ વિસાણી ,રહીમ મહેમુદભાઈ અજમેરી ,બીપીન બટુકભાઈ મકવાણા અને અશફાક સ્મલભાઈ શેખ નામના શખ્સોને ઝડપી લઇ, જુગારના પટ્ટ માંથી રૂ.૧૫.૪૦૦ની રોકડ કબ્જે કરી છે. આ દરોડની કામગીરી એલ સી બી પી આઇ એ આર વાળા સ્ટાફે બજાવી છે.

