Mumbai,તા.01
દેશમાં આઈપીઓમાં 2025નું વર્ષ સુપરડુપર પુરવાર થશે તે નિશ્ચિત છે અને 2025માં અત્યાર સુધી 91 જાહેર ભરણા આવી ગયા અને કુલ રૂા.1.60 લાખ કરોડની રકમ શેરબજારમાં ઠલવાઈ ગઈ છે અને હજુ ડિસેમ્બર-જાન્યુઆરીમાં વધુ 40 આઈપીઓ આવી રહ્યા છે. જે રૂા.40000 કરોડથી વધુની રકમ બજારમાં જશે.
આમ આઈપીઓ છેલ્લા 18 વર્ષના તમામ રેકોર્ડ તોડશે તે નિશ્ચિત છે. તા.3થી જ નવા આઈપીઓમાં આ સપ્તાહમાંજ 11 આઈપીઓ આવી રહ્યા છે. ગત વર્ષે 94 આઈપીઓથી રૂા.1.54 લાખ કરોડની રકમ મેળવાઈ હતી જે 2007 બાદનો રેકોર્ડ છે તે 2025માં તૂટશે. કુલ 24 કંપનીઓ હવે આઈપીઓ માટે કતારમાં ગોઠવાઈ ગઈ છે.
સૌથી મોટો આઈપીઓ હજુ આગામી વર્ષે જીયો ટેલીકોમનો આવશે જે દેશમાં આઈપીઓના તમામ રેકોર્ડ તોડશે તે નિશ્ચિત છે. આ માસમાં જ તા.3ના ઈ-કોમર્સ કંપની મીશો રૂા.5421 કરોડ, એકસસ રૂા.922 કરોડ અને વિદ્યા વાયર રૂા.300 કરોડ આમ આ સપ્તાહમાં જ માર્કેટમાંથી રૂા.6643 કરોડની રકમ મેળવાઈ જશે.
વાસ્તવમાં હવે રીટેલ રોકાણકારો પણ આઈપીઓમાં જબરસ્ત પ્રતિભાવ આપે છે અને તેની સીધી અસર બેન્ક થાપણો પડી છે. લોકોને જે રીતે આવકવેરાની મુક્તિ મર્યાદા વધી તેથી તેમના હાથમાં નાણા વધ્યા છે અને બીજી તરફ મોટા ભાગના આઈપીઓ લીસ્ટીંગ ગેઈન આવી રહ્યા છે.
ડિસેમ્બરના બીજા પખવાડીયામાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીલ રૂા.10000 કરોડ ઉઘરાવવા આવશે. આ વર્ષના મેજર આઈપીઓમાં ટાટા કંપનીઓએ રૂા.15512 કરોડ, એલજી ઈલેકટ્રોનીકસ રૂા.11607 કરોડ અને લેન્સકાર્ટ સોલ્યુશન એ રૂા.7278 કરોડ તથા ગ્રોએ રૂા.6632 કરોડ મેળવ્યા હતા.
જો કે અવારનવાર આઈપીઓને વેલ્યુશન મુદે પ્રશ્ન સર્જાય છે તો મોટાભાગના આઈપીઓમાં ઓફર ઓફ સેલ એટલે કે પ્રમોટર અને તેના પ્રારંભીક મોટા રોકાણકારો તેમનું રોકાણ છુટુ કરતા હોય છે પણ લોકોને તેની ચિંતા નથી. લીસ્ટીંગ ગેઈન સૌથી મોટુ આકર્ષણ બની રહ્યું છે.

