Amreli,તા.01
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌપ્રેમીઓને ચોક્કસ માહિતી મળી હતી કે સાવરકુંડલામાંથી ગેરકાયદે રીતે પશુઓ ભરેલી એક ટ્રક ભરૂચ તરફ કતલખાને જઈ રહી છે. આ માહિતીના આધારે ગૌપ્રેમીઓ તાત્કાલિક લાઠી રોડ બાયપાસ પર સક્રિય થયા હતા અને શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 11 ભેંસ મળી આવી હતી, જેને ગેરકાયદે રીતે ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહી હતી.

