વિદેશી પ્રવાસીઓ, ખાસ કરીને અમેરિકાથી આવેલા એક પરિવારે સાહસિક સફારી દરમિયાન મેળવેલો અદભુત અનુભવ એક એવો અનુભવ હતો જે સામાન્ય પ્રવાસીઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. સફારી દરમિયાન તેમને એક કે બે નહીં પરંતુ એકસાથે ૧૧ સિંહોના કુટુંબને નિહાળવાનો સુવર્ણ મોકો મળ્યો હતો. કુદરતી સૌંદર્ય વચ્ચે ‘જંગલના રાજા’ને પોતાના પરિવાર સાથે નિર્ભય રીતે ફરતો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્રણથી ચાર સિંહણો, નર સિંહો અને નાના બચ્ચાઓ સાથે થોડાં- થોડાં અંતરે ચાલતા સિંહ કુટુંબને જોઈ તેઓ અચંબિત થઈ ગયા હતા.બરડા સફારીમાં પ્રવાસીઓનો ખાસ ઘસારો જોવા મળ્યો હતો. સ્થાનિક તેમજ વિદેશી યાત્રીઓ સિંહોના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને મોટાભાગના પ્રવાસીઓને આકર્ષક દર્શન મળતા ખુશી છલકાઈ રહી હતી. સિંહોની સંખ્યા વધતા આ વિસ્તાર સફારી માટે વધુ લોકપ્રિય બની રહ્યો છે. અમેરિકન ફેમિલીએ સફારી પૂર્ણ કર્યા બાદ ગાઈડ તથા સફારી ડ્રાઇવરના વખાણ કર્યા હતા. જંગલ વિશેની વિગતવાર માહિતી, સિંહોને સુરક્ષિત અંતરથી દેખાડવાની કુશળતા અને સફારીનું સંચાલન – આ દરેક બાબતની નોંધ લેવામાં આવી હતી.
Trending
- Surendranagar: પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો
- Surendranagar: કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ
- Surendranagar: સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ
- Rajkot ‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી
- Porbandar બરડા જંગલ સફારીના પ્રવાસમાં વિદેશી ટુરીસ્ટોએ 11 સિંહ નિહાળ્યા
- Junagadh સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી
- Junagadh માં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ
- Amreli ના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત

