Surendranagar,તા.01
સમગ્ર ગુજરાતમાં હાલમાં સરની કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં મોટી સંખ્યામાં શિક્ષકોને બીએલઓ તરીકે જોડી દેવાતાં, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને સામાન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ ગંભીર રીતે બગડી રહ્યું છે.
સાયલા તાલુકામાં કુલ ૭૫૧ શિક્ષકોના મહેકમ સામે હાલ માત્ર ૫૭૧ શિક્ષકો ફરજ બજાવે છે, એટલે કે ૧૮૦ શિક્ષકોની ઘટ છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ, સાયલા તાલુકાના કુલ ૧૨૨ શિક્ષકોને સર (મતદાર યાદી સુધારણા) અને બીએલઓની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે.શિક્ષણની આ ઘટ અને શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરી સોંપવાને કારણે વિદ્યાર્થીઓના નિયમિત અભ્યાસ પર સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. શિક્ષકોની અછત દૂર કરીને તેમજ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરીને શિક્ષણકાર્ય પૂર્વવત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાયલામાં ૧,૦૬,૬૩૨ મતદારોની સામે ૯૦,૨૩૬ ફોર્મ અપલોડ થયા છે. ઉલ્લેખનીય છે કે શિક્ષિકોમાં આ કામને લઈ જોરદાર તણાવ વધ્યાં છે. અત્યાર સુધી પાંચથી છ શિક્ષકોના મૃત્યુએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દિધો છે.

