Surendranagar,તા.01
હળવદના એક ડોક્ટર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. ૪૮.૧૪ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
હળવદના ઉમા સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (૩૯) સાથે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરાવવાના બહાને કુલ ૪૮.૧૪ લાખ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ હતી, જે અંગે તેમણે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, ‘ઇરિના ફેડોરોવા’ નામની ફેસબુક આઇડી પરથી સંપર્ક સાધી ડોક્ટર ચેતનને વિશ્વાસમાં લીધા બાદ ‘વાય૯૬ સીગ કસ્ટમર સર્વિસ’ નામના વાટ્સએપ ગુ્રપમાં ઉમેરવામાં આવ્યા હતા. આરોપીઓએ જુદી જુદી લલચામણી સ્કીમો સમજાવી ડોક્ટર પાસેથી ૪૩.૫૫ લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં, રકમ વિથડ્રો કરવા માટે સવસ ટેક્સના નામે વધારાના ૪.૫૯ લાખ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ ઠગાઈ આચરી હતી.

