એઈડ્ઝના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા, વિક્ષેપને દુર કરીએની થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આવતીકાલે વર્લ્ડ એઈડ્ઝ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં એચઆઈવી એઈડ્ઝના દર મહિને સરેરાશ ૨૫ નવા દર્દીઓ નોંધાય છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૦૪૬ એચઆઈવી પોઝિટિવ દર્દીઓ છે. જેઓની સારવાર ચાલી રહી છે. ચાલુ વર્ષે ઓક્ટોબર-૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં ૭ સગર્ભા મહિલા સહિત કુલ ૧૭૭ એચઆઈવી એઈડ્ઝના નવા દર્દીઓ નોંધાયા છે. ૧૦ તાલુકાના સીએચસી સેન્ટરો, પાલિતાણા અને મહુવાની સરકારી હોસ્પિટલ તથા સર ટી. હોસ્પિટલમાં મળી જિલ્લામાં કુલ ૧૩ આઈસીટીસી સેન્ટરો કાર્યરત છે કે જ્યાં એચઆઈવી કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ થાય છે. બ્લડ ઈન્વેસ્ટીગેશન, કાઉન્સેલિંગ અને એઈડ્ઝના દર્દીઓને દવાઓ પુરી પાડવા માટે સર ટી.હોસ્પિટલ અને મહુવા જનરલ હોસ્પિટલમાં એઆરટી સેન્ટર કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા એચઆઈવી એઈડ્ઝ અંગે યુવાનોમાં અવેરનેસ આવે તે માટે ૧૮ કોલેજોમાં રેડ રિબિન ક્લબ કાર્યરત છે. ઉપરાંત આવતીકાલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે એચઆઈવી એઈડ્ઝ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.એચઆઈવી એઈડ્ઝ ફેલાતા હાઈરિશ બિહેવિયરવાળા વિસ્તારો માટે શહેરમાં ૨, અલંગમાં ૨ અને પાલિતાણા-મહુવામાં ૧-૧ ટાર્ગેટેડઈન્ટરવેશન પ્રોજેક્ટ કાર્યરત છે. જે હાઈરિશન બિહેવિયર ધરાવતા લોકોનું સાથે કામ કરી તેમનું કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઉપરાંત જિલ્લાના ૭૫ હાઈરિશ બિહેવિયર ધરાવતા ગામોમાં લિંક વર્કર સ્કિમ અંતર્ગત અવેરનેસની કામગીરી કરવામાં આવે છે.
Trending
- Vadodara: અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા
- Jamnagar: યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો
- Jamnagar:આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
- ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત
- Ahmedabad: SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, બાઈકચાલકનું મોત
- Gandhinagar : ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો
- Gujarat ગર્ભવતીઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા
- Nadiad : ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ

