હિંડોરડાથી કાતર સુધીનો રોડ તાજેતરમાં રીપેરીંગ કરાયો હતોે. પરંતુ ગમે તે કારણસર રાજુલાથી ભરડીયા જૂની બારપટોળીના પાટીયા સુધીનો બે કિ.મી.નો બિસ્માર રસ્તો બાંધકામ ખાતાના સત્તાધીશોના ધ્યાનમાં આવ્યો નહીં અને બે કિ.મી.નો રસ્તો અધૂરો મૂકી દેવાયો છે. ૧૫ દિવસથી કામ બંધ થઈ ગયું છે લોકોને એમ હતું કે, આ રસ્તો પણ રીપેરીંગ કરાશે પરંતુ તે ન કરાતા અમરેલીના બાંધકામ ખાતા સામે લોકોમાં રોષની લાગણી ઉદભવી છે. અહિં એક એક ફૂટના ખાડા હોવાથી બે કિ.મી.ના રોડમાં અકસ્માતો થાય છે. રાજુલાથી ખાખબાઈ વાયા હિંડોરડા બસ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે બીજી તરફ રાજુલા ખાંભા રૂટના નાઈટ બસના ડ્રાઈવરો કહે છે કે,આ રૂટમાં કમાનો તૂટી જવાથી રૂા ૭૦૦૦ ભરવા પડે છે અને તે પણ પગારમાંથી કપાઈ જાય છે જેથી હવે એસ.ટી.બસ પણ બંધ થાય તેવું પણ વલણ જોવા મળી રહ્યું છે. ફૂટ ફૂટના ખાડાથી અકસ્માતની શકયતા વધે છે. ભયંકર ધૂળની ડમરી ઉડતી હોય રાત્રીના વાહનો પણ દેખાતા નથી અને મોટા અકસ્માત થાય તેવી સ્થિતિ આ રોડની છે તેમ છતા તંત્રવાહકો આંખ આડા કાન કરી રહ્યા હોય ગ્રામજનોમાં પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.
Trending
- Gutkha-pan masala નિર્માતાઓ પર કસાશે સકંજો, સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે
- Delhi blast case માં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા
- Vadodara: અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા
- Jamnagar: યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો
- Jamnagar:આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
- ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત
- Ahmedabad: SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, બાઈકચાલકનું મોત
- Gandhinagar : ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો

