Jamnagar,તા.01
જામનગરમાં રવિ પાર્ક ટાઉનશીપ શેરી નંબર 11 માં રહેતા રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 25 વર્ષના યુવાને પોતાના ઉપર જુની અદાવતના મન દુઃખના કારણે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઇરફાન જૂણેજા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને છરીનો છરકો લાગવાથી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રાજદીપસિંહનો મિત્ર ભાવેશ, કે જેની સાથે અગાઉ આરોપી ઈરફાનને ઝઘડો થયો હતો. જેનું જૂનું મન દુઃખ ચાલી રહ્યું છે. જેના કારણે ફરિયાદી યુવાન ભાવેશ સાથે ફરતો હોવાથી આરોપીને પસંદ નહિ પડતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

