Vadodara,તા.01
વડોદરામાં અટલાદરા પોલીસની માહિતી મળી હતી કે ગુલાબી વુડાના બંધ મકાનમાં બીજી ગલીમાં એક બિહારી નામની વ્યક્તિ પાન મસાલાનો થેલો લઈને તેમાં દારૂ મૂકી વેચાણ કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશ પ્રસાદ કેસરી (રહે-ગુલાબી વુડાના મકાન, ખિસકોલી સર્કલ પાસે, કલાલી) મળી આવ્યો હતો. તેના થેલામાંથી દારૂની 7200 કિંમતની 48 બોટલો મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા પોલીસને મેસેજ મળ્યો હતો કે નવીનભાઈ નામની વ્યક્તિએ બે આરોપીને મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસેથી વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થાને જઈને તપાસ કરતા ફારૂક યુસુફભાઈ દિવાન (રહે-શ્રીરામ નગર, જશોદા કોલોની, મકરપુરા) તથા દિનેશભાઈ પરાગભાઈ વસાવા (રહે-નવીનગરી કાયાવરોહણ, તાલુકો ડભોઇ) મળી આવ્યા હતા. તેમના ટુ વ્હીલરની ડિકીમાંથી દારૂની 34 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 73,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી અર્જુન સરદારને વોન્ટેડ જાહેર કર્યો છે.

