ફિલ્મનાં ટાઈટલ તથા રીલિઝ ડેટ અંગે હજુ સુધી કોઈ વિગતો રજૂ કરાઈ નથી. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથીી શરુ કરાય તેવી સંભાવના છે
Mumbai, તા.૧
સંજય દત્તની ‘મુન્નાભાઈ’ સીરિઝની ફિલ્મો બનાવનારા રાજકુમાર હિરાણીનો દીકરો વીર પિતાને પગલે ફિલ્મ સર્જક બનવાને બદલે એક્ટર તરીકે ઝંપલાવી રહ્યો છે. જોકે, તે પિતાના દિગ્દર્શન હેઠળની ફિલ્મને બદલે ‘કપૂર એન્ડ સન્સ’ તથા ‘ગહેરાઈયાં’ જેવી ફિલ્મોના સર્જક શકુન બત્રાનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેની હિરોઈન તરીકે વામિકા ગબ્બી પસંદ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. શકુન બત્રાએ વામિકાને લીડ હિરોઈનનો રોલ ઓફર કર્યો હતો અને તેણે તે માટે સંમતિ આપી દીધી હોવાનું કહેવાય છે.આ ફિલ્મ જોકે, થિયેટરને બદલે સીધી ઓટીટી પર રજૂ થશે. ફિલ્મનાં ટાઈટલ તથા રીલિઝ ડેટ અંગે હજુ સુધી કોઈ વિગતો રજૂ કરાઈ નથી. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથીી શરુ કરાય તેવી સંભાવના છે.

