Mehsanaતા.૧
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારો અને સંસ્કારોનું જોડાણ છે. આજના આધુનિક યુગમાં જ્યારે લગ્નપ્રસંગો ભપકાદાર ડેકોરેશન અને મોટા ખર્ચાઓ પૂરતા સીમિત બની ગયા છે, ત્યારે મહેસાણામાં એક પિતાએ પોતાની વહાલસોયી દીકરીના લગ્નમાં એવું કાર્ય કર્યું છે, જેની ચર્ચા સમગ્ર પંથકમાં થઈ રહી છે.
અહીં પરંપરાના નામે માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ સનાતન ધર્મની સાચી વિચારધારાને અમલમાં મૂકવામાં આવી છે. પિતાએ કન્યાદાનની સાથે સાથે દીકરીને ’વાસ્તવિક ગૌદાન’ કરીને સમાજને ગૌસેવાનો નવો રાહ ચીંધ્યો છે.
સામાન્ય રીતે હિન્દુ લગ્ન વિધિઓમાં ગૌદાનનું એક વિશેષ મહત્વ હોય છે. જોકે, સમય જતાં શહેરીકરણ અને આધુનિકતાના કારણે આ વિધિ માત્ર એક પ્રતીક બનીને રહી ગઈ છે. મોટાભાગના લગ્નોમાં ગૌદાનના સમયે બ્રાહ્મણને સંકલ્પ લેવડાવીને ગાયના બદલે શ્રીફળ (નારિયેળ) અથવા રોકડ રકમ આપીને વિધિ પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ મહેસાણાના માનવ આશ્રમ રોડ પર આવેલી ઉમિયાધામ સોસાયટીમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે આ પ્રથાને બદલવાનો પ્રયાસ થયો છે.કન્યાના પિતા જનકભાઈ યોગીએ દ્રઢ સંકલ્પ કર્યો હતો કે, તેઓ પોતાની દીકરી શ્રેયાના લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાક્ષાત ગાયનું દાન કરશે. જ્યારે લગ્નમંડપમાં ચોરીના ફેરા અને પૂજન વિધિ ચાલી રહી હતી, ત્યારે ત્યાં સુશોભિત કરેલી ગાય અને વાછરડાને લાવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને જાનૈયાઓ અને માંડવિયાઓ અભિભૂત થઈ ગયા હતા અને વાતાવરણ પવિત્ર બની ગયું હતું.
આ અનોખા નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જનકભાઈ યોગીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ અને આપણા શાસ્ત્રોમાં ગૌદાનને ’મહાદાન’ માનવામાં આવે છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતા છે. ધર્મગ્રંથો મુજબ, ગૌદાન કરવાથી ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે અને દાતા તેમજ સ્વીકારનાર બંનેના કુળનો ઉદ્ધાર થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગાય આપણી માતા સમાન છે. તેનું દાન કરવું એ માત્ર કોઈ રિવાજ નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સંવેદનાનું જીવંત ઉદાહરણ છે. આજની નવી પેઢી પુસ્તકોમાં સંસ્કારો વાંચે છે, પરંતુ જ્યારે તેઓ નરી આંખે આવા કાર્યો જુએ છે ત્યારે તેમનામાં સેવાભાવના જાગૃત થાય છે. મારો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક વિધિ કરવાનો ન હતો, પરંતુ મારી દીકરી અને જમાઈને ગૌસેવાના માર્ગે વાળવાનો હતો.કોઈ પણ દીકરી માટે તેના પિતા દ્વારા અપાયેલી ભેટ અમૂલ્ય હોય છે, પરંતુ જ્યારે પિતા સોના-ચાંદીના દાગીના કે મોંઘી ભેટ સોગાદોની સાથે સાક્ષાત ગૌમાતાની ભેટ આપે, ત્યારે તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. નવવિવાહિત શ્રેયાએ પણ આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.શ્રેયાએ જણાવ્યું હતું કે, “મારા પિતાએ મારા લગ્નને માત્ર એક ઉત્સવ નહીં પણ એક યાદગાર સંસ્કાર બનાવી દીધો છે. સામાન્ય રીતે લોકો પ્રતીકાત્મક રીતે ગૌદાન કરે છે, પણ મારા પિતાએ વાસ્તવિક ગૌદાન કરીને પરંપરાનું સાચું સન્માન કર્યું છે. આ ગાય માત્ર પશુ નથી, પણ મારા માટે પિતાના આશીર્વાદ સ્વરૂપ છે. અમે આ ગાયની સેવા કરીશું અને આ પરંપરાને જાળવી રાખીશું.”
વર્તમાન સમયમાં જ્યારે ગૌચર જમીનો ઘટી રહી છે. ગાયો રસ્તા પર રખડતી જોવા મળે છે, ત્યારે મહેસાણાના આ પરિવારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કૃષિ પ્રધાન દેશમાં ગાય અને ખેતીનું જે મહત્વ હતું તે ધીરે ધીરે વિસરાઈ રહ્યું છે. આવા સમયે લગ્ન જેવા શુભ પ્રસંગે ગાયનું મહત્વ સમજાવીને જનકભાઈએ વૈદિક પરંપરાને પુનર્જીવિત કરવાનું બીડું ઝડપ્યું છે. હાજર રહેલા મહેમાનોએ પણ આ પહેલને વધાવી લીધી હતી. જ્યારે મંડપમાં ગાયનું પૂજન થયું અને ’ગૌ માતા કી જય’ના નારા લાગ્યા

