New Delhi,તા.02
ઓપરેશન સિંદુર સમયે પાકના અનેક હવાઈ મથકોનો ધ્વંશ બોલાવનાર બ્રહ્મોસ મિસાઈલની સુપર સોનિક ક્રુઝ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકાય તે પ્રકારની એડીશનનું આજે સફળ પરિક્ષણ કરાયું હતું. રશિયાની મદદથી તૈયાર કરાયેલ આ મિસાઈલ પરિક્ષણ બંગાળના અખાતમાં કરાયુ હતું.
જેમાં સૈન્યના દક્ષિણ કમાન્ડ અને આંદામાન-નિકોબારમાં જે સેનાની ત્રણેય પાંખોનુ સંયુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આધુનિક સુપરસોનિક ક્રુઝ-મિસાઈલ જે આધુનિક ગાઈડેડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ ધરાવે છે તે તેના ટાર્ગેટને ધ્વંશ કરવામાં અત્યંત સક્ષમ ગણાય છે.
ભારતે આ મિસાઈલ પરિક્ષણ માટે પાડોશી દેશોને નોટીસ ટુ ચેરમેનની ચેતવણી આપી હતી જેથી પરિક્ષણ સમયે તેની રેન્જમાં કોઈ નાગરિક કે અન્ય વિમાની હવાઈ ડીવાઈન દુર રહ્યા હતા.
વિશાખાપટ્ટનમથી 3500 કી.મી. સુધીની પ્રહાર ક્ષમતાનું પ્રદર્શન કરાયુ હતું. આ લોન્ચીંગ પોઈન્ટ એ ભારતના નૌકાદળ કમાન્ડ અને તેની અણુ સબમરીન મથકથી નજીક જ છે અને એ પણ શંકા છે કે આ પરિક્ષણમાં સબમરીન લોન્ચીંગ પેડનો પણ ઉપયોગ કર્યો છે.
ભારતની આ અણુ સબમરીન બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ વહન કરવા તથા બહાર કરવા સક્ષમ છે. ભારતના આ પરિક્ષણથી ચીન સાવધ થઈ ગયું હતું અને ભારતના આ નવા હથિયારની માહિતી લેવા અને તેના `રીસર્ચ’ જહાજને હિન્દ મહાસાગરમાં તૈનાત કર્યુ હતું.
આ પરિક્ષણ સમયે ચીને ચાર `રીસર્ચ’ જહાજ એક સાથે તૈનાત કર્યા હતા તે સૌથી મહત્વનુ છે. આ આદેશ જહાજ અલગ અલગ રીતે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલમાં પરિક્ષણની ડેટા વિઝયુલ મેળવ્યા હતા.
જો કે આ મિસાઈલને તેના પ્રહાર લક્ષ્ય પર જતા અટકાવવામાં નવી ટેકનોલોજી જરૂરી બનશે. આ મિસાઈલ `ફેક’ સિગ્નલથી દુશ્મન દેશોના રડારને છેતરી શકે છે જેથી તેના જે માર્ગ હોય છે તેનો ચોકકસ અંદાજ આવતો નથી.

