Ahmedabad, તા.4
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અને જાસૂસી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. એક મહિલા અને એક પુરુષની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા.
ગુજરાત એટીએસએ દેશ વિરોધી પ્રવૃતિ કરતા 2 શખ્સની ધરપકડ કરી છે. એટીએસએ ગોવા અને દમણ ખાતેથી જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે.
ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરી છે જ્યારે દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપીઓ જાસૂસી કરતા હતા.
આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી ભેગી કરતા હતા. હાલ બંને ધરપકડ કરીને એટીએસ ખાતે લાવવામાં આવ્યા છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એ.કે સિંહ આર્મીમાં સુબેદાર હતો બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા. પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા એ.કે સિંહ મદદ કરતો હતો.

