New Delhi, તા.4
દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધી ગઈ છે અને આજે ન્યુનતમ તાપમાન 10 થી 12 ડીગ્રી સેલ્સીયલ રહ્યું છે તો કાશ્મીરમાં શ્રીનગરમાં તાપમાન માઈનસ ચાર ડીગ્રી નોંધાયુ છે.
કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી ક્ષેત્રોમાં ખાસ કરીને હિમાચલ અને કાશ્મીરમાં ભારે બરફ વર્ષા ચાલુ છે.
તાપમાનનો પારો શુન્યથી નીચે ચાલ્યો ગયો છે. કેટલાંક સ્થળોમાં તો તાપમાન માઈનસ 18 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયુ છે. બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી છે.રોહતાગ જેવા કેટલાંક રસ્તા બંધ કરી દેવાયા છે.
મેદાની વિસ્તારોમાં પહાડોથી આવી રહેલી બર્ફીલી હવાઓના કારણે ઠંડી ઘણી વધી ગઈ છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે સંકેત આપ્યો છે કે આ વર્ષે શિયાળો લા નીના અસરના કારણે છેલ્લા કેટલાંક દાયકાઓમાં સૌથી ઠંડો હોઈ શકે છે.
રાજસ્થાનમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. અનેક જીલ્લામાં કોલ્ડવેવનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. સીકરમાં ન્યુનતમ તાપમાન 3 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ છે.

