Surendranagar, તા.4
સવા આયુષ હોસ્પિટલએ આરોગ્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સમગ્ર જિલ્લામાંથી પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ તરીકે પ્રતિષ્ઠિત NABH – નેશનલ અક્રીડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ ની માન્યતા પ્રાપ્ત કરી છે. આ માન્યતા હોસ્પિટલની સારવારની ગુણવત્તા, દર્દી સુરક્ષા અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાનો સત્તાવાર પુરાવો છે.
NABH હોસ્પિટલના 600થી વધુ ગુણવત્તા અને સલામતી આધારિત માપદંડો પર મૂલ્યાંકન કરે છે. દર્દી સલામતી, ક્લિનિકલ પ્રોટોકોલ, ઇન્ફેક્શન ક્નટ્રોલ, સ્ટાફની કુશળતા, ઇમરજન્સી મેનેજમેન્ટ, SOPs તથા પારદર્શિતા જેવા તત્ત્વોમાં શ્રેષ્ઠતા સાબિત કરવી જરૂરી બને છે. સવા આયુષ હોસ્પિટલ હવે OPD થી ICU સુધીની દરેક સેવા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પૂરી પાડે છે.
120 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ 30 બેડની ICU / SICU / CCU 7 બેડની NICU / PICU 24×7 ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ 7 મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ. ઈઝ સ્કેન, ડિજિટલ એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ CSSD – આંતરરાષ્ટ્રીય સ્તરની સ્ટેરિલાઈઝેશન સિસ્ટમ
વિભાગોમાં સમાવેશ : ન્યુરો સર્જરી, યુરો સર્જરી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી, એનેસ્થેશિયા, કાન-નાક-ગળાનો વિભાગ, આંખ વિભાગ, દંત વિભાગ, ફિઝિયોથેરાપી અને ડાયેટેટિક્સ.
ડો. સંકેત મકવાણા (એમ.ડી.)એ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરના લોકોને ઘરે નજીક વિશ્વસ્તરીય આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી અમારો ધ્યેય છે. NABH માન્યતા અમારી જવાબદારીને વધુ મજબૂત બનાવે છે. દર્દીઓનો વિશ્વાસ અમને સતત ઉત્તમ સેવા આપવાનું પ્રેરિત કરે છે.
જિલ્લામાં જ સુપરસ્પેશિયાલિટી અને ક્રિટિકલ કેર ઉપલબ્ધ મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો,ઝડપી, સલામત અને ધોરણબદ્ધ સારવાર સમગ્ર જિલ્લામાં આરોગ્યસેવાનો સ્તર ઉંચો થશે.
સવા આયુષ હોસ્પિટલ સુરેન્દ્રનગરની પ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ હોવાનો ગૌરવ અનુભવે છે અને આગળ પણ સર્વોત્તમ આરોગ્ય સેવા આપવા પ્રતિબદ્ધ છે.

