Ahmedabad,તા.4
ગુજરાતમાં કોંગ્રેસે દારુ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઈક રેલી યોજી ‘SAY NO TO DRUGS’અભિયાન હાથ ધરવામાં આવેલ.
આ તકે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તારમાં છે. ત્યારે તેઓને આહવાન કં છું કે, આવી જાવ ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ..
હર્ષ સંઘવીને ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા ચેલેન્જ આપી મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીએ આજે મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં છે. તેઓને ચેલેન્જ કં છું કે, આવો ગુજરાત પોલીસ ભવનમાં આપણે ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ. ગુજરાતના દરિયાકાંઠે 72 હજાર કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે જવાબ તો આપવો પડશે. અમે ડ્રગ્સના મુદ્દે ગુજરાતના ખુણે ખુણે જઈશું.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વધુ એકવાર ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. બાઈક રેલી દરમિયાન આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં જે ધાર્મિક સ્થળો આવેલા છે તેની એક બે કિમીની ત્રિજ્યમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે શરમજનક છે.

