New Delhi,તા.06
ભારત પર રશિયન તેલ ખરીદવા પર અમેરિકાના પ્રતિબંધ વચ્ચે હવે સાઉદી અરેબીયાએ ભારતને વધુ સસ્તા દરે ક્રુડતેલ આપવા ઓફર કરી છે. યુક્રેન યુદ્ધની સ્થિતિમાં રશિયા તેના અર્થતંત્રને જાળવી રાખવા માટે ભારત-ચીનને ડિસ્કાઉન્ટની ક્રુડતેલ વેચીને તેની નિકાસને જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.
પણ ભારત-ચીન એ રશિયાને યુદ્ધ માટે નાણાકીય ઈંધણ પુરુ પાડે છે તેવા આક્ષેપ સાથે અમેરિકાએ રશિયન ક્રુડ ખરીદી તથા ભારત પર વધારાના 25% ટેરીફ લાયા છે. જેના પરિણામે ભારતે અન્ય દેશો પર નજર કરવી પડે છે.
તે વચ્ચે હવે સાઉદી અરેબીયા જે ભારતનું એક સૌથી મોટુ ક્રુડતેલ સપ્લાયર દેશ છે તેણે રશિયન ક્રુડતેલના વિકલ્પમાં આકર્ષક ડિસ્કાઉન્ટની અને વધુ સારી હકારાત્મક શરતો સાથે ક્રુડતેલ આપવા ઓફર કરી છે. ભારતે અમેરિકા પાસેથી એલએનજી ખરીદવા સતત બે મોટા ટેન્ડર જાહેર કરીને ટ્રમ્પને શાંત પાડવા કોશીશ કરી છે.

