New York,તા.06
યુરોપીયન યુનિયન રેગ્યુલેટરે શુક્રવારે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને યુરોપીયન બ્લોકના ડિજિટલ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ ૧૪ કરોડ ડોલર(૧૨ કરોડ યુરો) નો દંડ કર્યો હતો. યુરોપીયન પંચે બે વર્ષ પહેલા એક્સ સામ ડિજિટલ સર્વિસિસ એક્ટના ભંગની તપાસ શરૂ કરી હતી તેના પછી આ નિર્ણય કર્યો હતાકરી છે.
રેગ્યુલેટરોનું કહેવું છે કે એક્સે બ્લુ ચેકમાર્કના નિયમોનો ભંગ કર્યો છે. એક્સે એવી ડિઝાઇન પ્રણાલિ અપનાવી છે જેના કારણે જેના કારણે યુરોપીયન યુઝર સરળતાથી કૌભાંડોનો ભોગ બની શકે અને તેની સાથે ગેરરીતિ આચરી શકાય.

