Rajkot.તા.23
શહેરના કાલાવડ રોડ પરના આંબેડકરનગરમા રહેતો રમેશ રાણા મકવાણા અને તેની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામા જેલ હવાલે રહેલા ભરત દાના મુછડીયા ની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. નાનામવા રોડ પરના આંબેડકરનગરના રમેશ રાણા મકવાણા, આણંદપરના હીરા પમા સાગઠિયા અને ન્યારાના ભરત દાના મુછડિયા સામે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ બી.આર.ભરવાડે ગુજસી ટોક હેઠળ નોંધાવેલી ફરિયાદમાં રમેશ રાણા મકવાણાએ બે મળતિયા સાથે ગેંગ બનાવી છે. વર્ષ 2016થી 2023 સુધીમાં આ ગેંગે અનેક ગુનાને અંજામ આપ્યો છે. દશથી વધુ ગુનાને અંજામ આપ્યા હતા. આરોપી રમેશ રાણા મકવાણા અને હીરા પમા સાગઠીયાની ધરપકડ કરી હતી આરોપી ભરત દાના મુછડીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરેલ હતા. બાદ આરોપી ભરત દાનાભાઈ મુછડીયાએ અદાલતમાં જામીન અરજી કરી હતી ગેંગ લીડર રમેશ મકવાણાને રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે વિગેરે મુજબની દલીલો કરેલ હતી જયારે સરકાર તરફે એવી દલીલ કરવામાં આવેલ કે હાલના આરોપી સદરહું ગુન્હા અનુસંધાને હાલ ચાર્જશીટ પણ થયેલ નથી જો જામીન મુકત કરવામાં આવશે તો તેઓ ફરીથી નાશી જશે અને ફરીથી આવા અન્ય ગુન્હાઓ આચરશે તેમજ પુરાવાઓ સાથે છેડછાડ કરી સાક્ષીઓને તોડવા ફોડવાની કોશીશ કરશે ટ્રાયલ ચાલવામાં વિલંબ થશે તેવા સંજોગોમાં તેઓને જામીન પર મુકત કરી શકાય નહી અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાઓ રજુ કરેલ હતા.આમ સ્પે.પી.પી. ધ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈ સેશન્સ અદાલત ધ્વારા આરોપી ભરત મુછડીયાની રેગ્યુલર જામીન પર મુકત થવાની અરજી રદ કરેલી હતી.સદરહું કેસમાં સરકારપક્ષ તરફે સ્પે.પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયા રોકાયેલ હતા.

