Gandhinagar,તા.24
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકાર તેની બીજી ટર્મમાં હવે અડધો પડાવ પસાર કરીને 2027ની નવી પરીક્ષા અને 2030ના કોમનવેલ્થ પડકાર અને વિકસીત ગુજરાતના એક નવા મોડેલને સ્થાપવા જઈ રહી છે તેમાં પહેલા મંત્રીમંડળ વિસ્તરણ નાયબ મુખ્યમંત્રીપદે યુવા- હર્ષ સંઘવીને જવાબદારી બાદ હવે બીજા તબકકામાં નવા મુખ્ય સચીવ એમ.કે.દાસના નેતૃત્વમાં વહીવટીતંત્રને પણ હવે વધુ સક્ષમ બનાવવા માટે અપનાયેલા એજન્ડામાં ગઈકાલે કરાયેલા ફેરફાર મહત્વના છે.
ખાસ કરીને પીએમઓ વધુ `પાવરફુલ બન્યુ છે. ગઈકાલે જ કાયદો વ્યવસ્થા માટે રાજયની ક્રાઈમ કોન્ફરન્સને સંબોધન કરતા સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સીધો પ્રજા સાથે જ સંપર્ક બનાવવા માટે જે સંદેશ આપ્યો તે મહત્વનો છે અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ટોચના અધિકારીઓને પણ નવી પેઢીના જુનીયર અધિકારીનું મહત્વ સમજવા ટકોર કરી હતી.
આમ હવે ગુજરાત સરકાર પુરા મેક-ઓવર સાથે શાસન કરવા જઈ રહી છે. આ નવી કવાયત પાછળના રાજકીય કારણો પણ છે પણ મહત્વનું એ છે કે સીએમઓ વધુ પાવરફુલ બન્યુ છે. એક સમયે સીએમઓમાં પ્રીન્સીપલ સેક્રેટરી ટુ સીએમ તરીકે કામ કરી ચુકેલા હાલના મુખ્ય સચીવ મનોજકુમાર દાસ હવે પુરા રાજયની ચિંતા કરશે તો તેમના સ્થાને 1998 બેચના આઈએએસ અધિકારી સંજીવકુમાર હવે મુખ્યમંત્રીના નવા પ્રીન્સીપલ સેક્રેટરી બનશે.
મહત્વનું એ છે કે, શ્રી દાસ જેવો ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હતા તે હવે શ્રી સંજીવકુમાર `એડીશ્નલ ચાર્જ’ તરીકે જોશે. ખાસ કરીને હાલના મંત્રીમંડળ રીશફલીંગમાં ગૃહ મંત્રાલય શ્રી હર્ષ સંઘવીને સોપાયા બાદ પણ હજુ નવા ગૃહ સચીવ નિયુક્ત થયા નથી
સીએમઓમાં બેસતા અધિકારી જ ગૃહ સચીવની જવાબદારી સંભાળશે તો રાજયમાં નવા પોલીસ વડાની પણ નિયુક્તિ આ માસના અંતે થશે તેવા સંકેત મજબૂત બન્યા છે. બીજી તરફ હવે નવા ગૃહ સચીવની પણ રાહ જોવી પડશે.
સીએમઓમાં દિલ્હી આવેલા બે અધિકારીઓને હવે મહત્વ મળ્યુ છે. જેમાં વિક્રાંત પાંડેને સેક્રેટરી ટુ- એડીશ્નલ પ્રીન્સીપલ સેક્રેટરી-ટુ સીએમની જવાબદારી સોંપાઈ છે. આ સ્થાન અવંતિકાસિંઘ હતા. જે ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ટર્મમાં આવ્યા હતા અને માહિતી પ્રસારણ વિભાગ પણ સંભાળતા હતા.
હવે આ જવાબદારી વિક્રાંત પાંડે સંભાળશે તો તેમની સાથે દિલ્હી સીધા સીએમઓમાં નિયુક્ત થયેલા શ્રી અજયકુમાર હશે જેમાં સેક્રેટરી ટુ સીએમની ફરજ બજાવશે તો અવંતિકાસિંઘ જે પાવરફુલ અધિકારી ગણાતા હતા. તેઓને હવે જીપીએસસી સહિતના પેટ્રોલિયમ નિગમોની જવાબદારી સંભાળશે. વધુ એક ફેરફારમાં ગુજરાતમાં કોમનવેલ્થ 2030 લાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવનાર અધિકારી શ્રી અશ્વિનીકુમારને હવે નિવૃત થઈ રહેલા અધિકારી એલ.જે.હંટરના સ્થાને ઉર્જા-પેટ્રો કમીટીના અગ્ર સચીવ બનાવાયા છે.
તેવો જવાબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે ખભેખભા મીલાવીને કોમનવેલ્થનો કેસ તૈયાર કર્યો હતો અને હવે ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલે તૈયારી શરૂ થઈ છે તો આ જવાબદારી હવે રાહુલ ગુપ્તાને સોપાઈ છે.
આમ ઉપલી કક્ષાએ થયેલા ફેરફાર ખૂબજ સૂચક છે અને તે આગામી સમયમાં ગૃહસચીવ માટે કોને જવાબદારી સોપાય છે કે પછી સંજીવકુમાર જ આ કામગીરી જોશે. એક અન્ય નિયુક્તિ પણ તાજેતરમાં થઈ છે.
સીએમઓમાં હવે માહિતી વિભાગના નિવૃત કલાસ વન અધિકારી શ્રી હીમાંશુ ઉપાધ્યાયને મીડીયા રીલેશન ઓફીસર તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ અગાઉ ડેપ્યુટી ઈન્ફર્મેશન ડાયરેકટર તરીકે કામ કરી ચૂકયા છે. આમ સંભવત પ્રથમ વખત મીડીયા રીલેશન ઓફીસર નિયુક્ત થયા છે.

