Mexico,તા.26
મેક્સિકોમાં ક્રિસમસની ઉજવણી માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે. પૂર્વી મેક્સિકોમાં 24 ડિસેમ્બરના રોજ એક પૂર ઝડપે જતી પેસેન્જર બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક અને અન્ય 9 મળી કુલ 10 લોકોના મોત નીપજ્યા છે અને 32 મુસાફરો લોહીલુહાણ થયા છે.
વેરાક્રુઝ પ્રશાસને ગુરુવારે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘આ અકસ્માત જોન્ટેકોમાટલાન(Zontecomatlan) કસબા પાસે સર્જાયો હતો. બસ મેક્સિકો સિટીથી ચિકોન્ટેપેક ગામ તરફ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના મતે બસની સ્પીડ ખૂબ જ વધારે હતી. જોકે, તંત્ર તપાસ કરી રહ્યું છે કે અકસ્માત અતિશય ઝડપને કારણે થયો કે બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.

