Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ટીબી હારશે, દેશ જીતશે, ગુજરાતમાં ટીબી મૃત્યુદરમાં ૩૭% ઘટાડો, રાજ્યપાલે સમીક્ષા કરી
    ગુજરાત

    ટીબી હારશે, દેશ જીતશે, ગુજરાતમાં ટીબી મૃત્યુદરમાં ૩૭% ઘટાડો, રાજ્યપાલે સમીક્ષા કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટીબી મુક્ત દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે

    Gandhinagarતા.૨૭

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકેલી નવીન અને સુવ્યવસ્થિત પહેલોના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ સામે નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં નવા ટીબી દર્દીઓના નોંધણી દરમાં ૩૪ ટકા અને ટીબીથી થતા મૃત્યુદરમાં ૩૭ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે ગુજરાતના આરોગ્ય મોડલની અસરકારકતા દર્શાવે છે.

    લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં ચાલી રહેલા ટીબી નિયંત્રણ કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આરોગ્ય નિયામક ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું કે ટીબી સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃતિ અને સક્રિય ભાગીદારી વિના આ અભિયાન સંપૂર્ણ સફળ થઈ શકે નહીં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દરેક ટીબી દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. આ રીતે ગુજરાત ટૂંક સમયમાં ટીબી મુક્ત  રાજ્ય બનીને સમગ્ર દેશ માટે એક પ્રેરણારૂપ મોડલ રજૂ કરી શકે છે.

    વર્ષવાર આંકડા દર્શાવે છે સ્પષ્ટ સુધારો

    વર્ષ        નોંધાયેલા ટીબી દર્દી            સંપૂર્ણ સ્વસ્થ દર્દી   ટીબીથી મૃત્યુ

    ૨૦૨૨   ૧,૪૯,૮૫૬         ૧,૨૪,૯૯૨         ૬,૬૦૬

    ૨૦૨૩   ૧,૪૨,૨૯૪         ૧,૩૨,૮૦૯         ૫,૮૭૪

    ૨૦૨૪   ૧,૩૭,૮૯૬         ૧,૨૪,૯૩૮         ૫,૬૩૮

    ૨૦૨૫ (જાન્યુઆરી-ઑક્ટોબર)         ૧,૧૨,૯૮૧         —           ૩,૫૧૬

    આ આંકડા દર્શાવે છે કે ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ટીબી મૃત્યુદરમાં સ્પષ્ટ ઘટાડો થયો છે.

    ટીબીથી થતા મૃત્યુ વધુ ઘટાડવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેડિકલ કોલેજોના ટીબી નિષ્ણાતો અને રાજ્ય ટીબી ટીમના સહયોગથી વ્યાપક સારવાર અને ફોલોઅપ પ્રોટોકોલ તૈયાર કર્યો છે.

    રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને દર મહિને ૧,૦૦૦ ડીબીટી દ્વારા આપવામાં આવે છે.એનજીઓ,સીએસઆર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં નિક્ષય મિત્ર મોડલ સફળતાપૂર્વક અમલમાં છે. રાજ્યમાં ૨૯,૭૩૪ નિક્ષય મિત્ર નોંધાયેલા છે. ૨૦૨૩માં ૧,૬૧૦ અને ૨૦૨૪માં ૩,૧૨૮ ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે. ૨૦૨૫માં ટેલી-કોલિંગ સિસ્ટમ દ્વારા ૧,૧૯,૨૫૯ કોલ કરી દર્દીઓની સ્થિતિ જાણી અને ૯,૫૨૩ જરૂરિયાતમંદ દર્દીઓને જિલ્લા સ્તરે જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026
    ગુજરાત

    ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

    May 2, 2026
    ગુજરાત

    Anand માં લોકડાયરામાં દેવાયત ખવડ પર સોના-ચાંદીની નોટોનો વરસાદ થયો

    May 2, 2026
    રાજકોટ

    કાળઝાળ ગરમી જીવલેણ બની રહી છે, ૪૮ કલાકમાં હીટસ્ટ્રોકથી ૨ લોકોના જીવ ગયા

    May 2, 2026
    ગુજરાત

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026
    ગુજરાત

    Standard 12 Science અને General Streamની Examનું Result 4th May Monday and Std 10નું 6th May Wednesdayના જાહેર થશે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.