New Delhi, તા.29
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત” માં આ વર્ષે ભારતની ટાઇટલ જીતનો ઉલ્લેખ કર્યો હતો.આ પીએમ મોદીનો વર્ષનો છેલ્લો “મન કી બાત” કાર્યક્રમ હતો, અને આ સમય દરમિયાન, તેમણે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો તેમજ મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ અને પેરા-એથ્લીટ્સની સફળતા વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2025નું વર્ષ રમતગમતની દ્રષ્ટિએ યાદગાર હતું.
પોતાના “મન કી બાત” કાર્યક્રમમાં રમતગમતનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું, “2025 એ આપણને એવી ઘણી ક્ષણો આપી જેના પર દરેક ભારતીયને ગર્વ હતો. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત ક્ષેત્રો સુધી, વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, ભારતે દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે.
મિત્રો, 2025 રમતગમતની દ્રષ્ટિએ પણ એક યાદગાર વર્ષ હતું. આપણી પુરુષોની ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ODI વર્લ્ડ કપ જીત્યો. ભારતની દીકરીઓએ મહિલા બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો.
એશિયા કપ T20 માં પણ ગર્વથી ત્રિરંગો લહેરાવ્યો. પેરા-એથ્લીટ્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અસંખ્ય મેડલ જીત્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ અવરોધ હિંમતને રોકી શકતો નથી. ભારતે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

