Meerut, તા.1
બાંગ્લાદેશમાં ભારતીયોની હત્યા તથા અત્યાચારોના મામલે ભારતમાં આક્રોશ છે. બન્ને દેશોના સંબંધો પણ તંગ બન્યા છે. પાકની જેમ બાંગ્લાદેશી ખેલાડીઓની એન્ટ્રી રોકવાની પણ માંગ ઉઠી છે.
જ્યારે આઇપીએલ માટે બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદનાર અભિનેતા શાહરૂખની ટીમ કેકેઆર વિવાદમાં આવી છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમે શાહરૂખ ગદ્દાર હોવાનું વિવાદિત વિધાન કરતા મામલો ગરમાયો છે.
મેરઠમાં અટલ સ્મૃતિ સંમેલનમાં બોલતા સંગીત સોમે કહ્યું કે, શાહરૂખ ખાનની આઇપીએલ ટીમ બાંગ્લાદેશના ક્રિકેટર રહેમાનના 9.50 કરોડમાં ખરીધ્યો છે, આ દેશ વિરોધી કૃત્ય છે.
બાંગ્લાદેશમાં ભારતીયોની હત્યા-અત્યાચાર થઇ રહ્યા છે ત્યારે બાંગ્લાદેશી ક્રિકેટરને આવવા ન દેવાતા બોલીવુડ અને ક્રિકેટ મારફત રાષ્ટ્રવિરોધી તાકાતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. ભાજપ નેતાના આ વિધાનથી વિવાદ સર્જાવાની ભીતિ છે.
તેઓએ અન્ય મુદ્દા ઓ પર પણ આકરી ટીપ્પણી કરી હતી. વડાપ્રધાન મોદી વિશે કહ્યું કે કેટલાંક લોકો મોદીની ટીકા કરે છે, પરંતુ તેમના વિદેશ પ્રવાસ તથા જનકલ્યાણકારી યોજનાઓથી દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને તેઓએ ગુનેગારોની શાન ઠેકાણે લાવી દીધાની ટીપ્પણી કરી હતી.

