Geneva તા.1
સ્વીટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમ્યાન જ એક બારમાં શક્તિશાળી વિસ્ફોટ થતા અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આજે વહેલી સવારે લકઝરી સ્કી રિસોર્ટ ફ્રાન્સ મોન્ટાનામાં એક બારમાં અચાનક જ શક્તિશાળી વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ તેમાં અનેક લોકોએ જીવન ગુમાવ્યા હોવાનું માનવામાં આવે છે તથા ઈજાગ્રસ્તોની સંખ્યા પણ મોટી હોઈ શકે છે.
આલ્પ્સની પર્વતમાળામાં આવેલા આ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી બાદ સેંકડો લોકો બારમાં બર્ફીલી ઠંડી વચ્ચે ઉજવણી કરી રહ્યા હતા અને તે સમયે જ અહી શક્તિશાળી વિસ્ફોટ નોંધાયો છે.
પોલીસ તથા અન્ય દળોએ તુર્તજ સમગ્ર વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે અને આ વિસ્ફોટ કોઈ ત્રાસવાદી હુમલો હતો કે કેમ તે પણ તપાસ થઈ રહી છે. બીજી તરફ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવી રહ્યા છે અને ચારેતરફ જબરા દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે.

