Surendranagar,તા.2
સુરેન્દ્રનગર જિલ્લાનાં રૂ।.1500 કરોડનાં જંગી જમીન કૌભાંડમાં અંતે ઈ.ડી.એ મોટો ધડાકો કર્યો છે. અને ગતમોડી રાતે જ જિલ્લા કલેકટરનાં નિવાસે ત્રણ ટીમોએ ત્રાટકી આઈ.એ.એસ.ઓફીસર અને પૂર્વ કલેકટર ડો.રાજેન્દ્ર કુમાર પટેલ આજે સવારે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવા અને રીમાન્ડ મેળવવા તજવિજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ઇડી વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ઇડી વિભાગ દ્વારા કાલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ હવે મોડી રાત્રે સુરેન્દ્રનગરમાં તપાસ માટે એજન્સીઓ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર કલેકટરના નિવાસ્થાને પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ ની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ત્રણ જેટલી ઇડી વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી અને અંતે રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગર થી ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને અંતે તેમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની કીમતી જમીનો એને મુદ્દે તેમ જ હેતુફેર કરવા મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે ત્યારે સોલાર કંપનીઓને ફાળવવામાં આવેલી જમીન પણ શંકા ના દાયરામાં છે.
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી કીમતી ફાઈલો જપ્ત કરવામાં આવી હતી અને જે જમીનો અંગે ચાલતા કૌભાંડ છે તે અંગે ધડાકો થયો હતો અને યાદીઓ પણ કબજે લેવામાં આવી હતી જેમાં ટૂંકા અક્ષર અને કોડવલ્ડથી નામો લખવામાં આવ્યા હતા.
પરંતુ હાલ ચંદ્રસિંહ મોરીને હાજર કર્યા બાદ હવે પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ શરૂ કરી અને અંતે ધરપકડ કરી અને એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે ટૂંક સમયમાં રાજેન્દ્ર પટેલના નજીકના ગણાતા અધિકારીઓની પણ ધરપકડ થઈ શકે છે અને તેમના વિરુદ્ધમાં પણ પગલા ભરાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.અને કલેકટરને હવે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવિજ હાથ ધરાશે.
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં રેકડ રૂમમાં પડેલી ફાઈલો અંગેની તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર કલેકટર દ્વારા જે જમીનો એને કરવામાં આવી છે તેવી જમીનોની ફાઈલો ચકાસણી કરવામાં આવી છે જિલ્લા ના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં અનેક મોટા ધડાકાઓ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

