China,તા.06
પહેલા પૂર્વ-તાર્તાદી તરીકે ઓળખાતા ચીનના ઉત્તર – પશ્ચિમ પ્રાંત ઝિન-ઝિયાંગમાં ગઈકાલે ૬.૨નો ભૂકંપ થયો હતો. આ માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે, આ ભૂકંપ માત્ર ૧૦ કિ.મી.ની જ ઉંડાઈએથી શરૂ થયો હોવાથી જાન-માલનું ભારે નુકસાન થયું હોવા પુરો સંભવ છે. જો કે, તે ધરતીકંપ બપોરે ૧ કલાક ૧૪ મિનિટ અને સાત સેકંડે લાગ્યો હતો. તેથી જાનહાની થવાનો સંભવ થોડો છે.
ઉલ્લેખનીય તે છે કે, આ પ્રાંતમાં જ બીજી ડિસેમ્બરે ૩.૯ અંકનો ધરતીકંપ થયો હતો. પરંતુ તેની માત્રા બહુ થોડી ૩.૯ની જ હોવાથી ખાસ નુકસાન થયું ન હતું. તેમજ આફટર શોક્સ પણ ન હતા. જ્યારે ગઈકાલે બપોરે લાગેલો ધરતીકંપ ૬.૨નો હતો. તેમજ તેના આફટર શોક્સ પણ આવ્યા હતા. તેથી જાનમાલની નુકસાની થવાની ભીતિ રહેલી છે. પરંતુ હજી તે અંગે સત્તાવાર માહિતી આપી શકાય તેમ નથી.

