અગાઉ સાતેક વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ પોતાનું ક્લિનીક ચલવતો એસઓજી સમક્ષ કબૂલાત
Rajkot,તા.૩૦
રાજકોટના કુવાડવા તાબેના ફાળદંગ ગામે નકલી ડોક્ટર દવાખાનુ ધમધમાવતો હોવાની માહિતી પરથી શહેર એસઓજીએ દરોડો પાડી આઠ ચોપડી પાસ નકલી ડોક્ટરને પકડી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ શહેર વિસ્તારમાં નકલી ડોક્ટરો દાવખાના ખોલીસને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોય તો તેને શોધી કાઢવા સુચના મળી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ તપાસમાં હતી. એ દરમિયાન હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે ફાળદંગ ગામે કોઇપણ જાતની ડીગ્રી કે બીજી કોઇપણ માન્યતા નથી. આથી ટીમે ત્યાં દરોડો પાડયો હતો. દરોડો પાડનારી ટીમે પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને તેનું નામ પુછતાં તેણે પોતે હર્ષદ ઉર્ફ કાનો પ્રાગજીભાઇ ચોટલીયા (ઉ.વ.૩૪) હોવાનું તેમજ ફાળદંગ ગામમાં જ કેટલાક સમયથી વલ્લભભાઇ રામાણીના મકાનમાં ભાડેથી રહી અહિ દવાખાનુ ચલાવતો હોવાનું કહ્યું હતું. એસઓજીની ટીમે તેની પાસે મેડિકલ પ્રેકટીસ અંગેની કોઇ માન્યતા, સર્ટિફિકેટ હોય તો બતાવવાનું કહેતાં તેણે આવુ કંઇ પોતાની પાસે નહિ હોવાનું અને પોતે આઠ ચોપડી જ ભણેલો હોવાનું કહેતાં પોલીસ ચોંકી ગઇ હતી. પોલીસે દવાખાનામાંથી દવાઓ, બાટલાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો રૂા. ૧૦૯૮૯નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અગાઉ અસલી ડોક્ટરને ત્યાં સાતેક વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી ચુક્યો હોઇ તેનો અનુભવ હતો. આને આધારે હવે પોતે જ નકલી ડોક્ટર બની દવાખાનુ ધમધમાવવા માંડયો હતો. તે જેવા દર્દી તે મુજબ ૫૦થી ૧૦૦ કે તેથી વધુ ફી વસુલતો હતો. ઘરે જઇ દર્દીને તપાસવાની વિઝીટનો ભાવ ૨૫૦ રાખ્યો હતો.