બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણચોરીના ગોરખ ધંધા ઉપર વોચ રાખવા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એસ.ઓ.જી.ની ટીમને શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગીસ્મૃતિ કોમ્પલેક્ષ પાસે અમરૂ સેલારભાઇ દેસાઇ (રહે.ખડસલીયા, તા.જી ભાવનગર)નામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી ચોરી છુપીથી લાવી શંકાસ્પદ વેચાણ કરવા સારૂ રાખેલ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન વ્હેલ માછલીની ઉલ્ટી નામનો મુલ્યવાન પદાર્થ વેચવાની ફિરાકમાં પસાર થઈ રહેલ અમરૂ સેલારભાઇ દેસાઇને અટકાવી તપાસ કરતા તેની પાસે રહેલા થેલામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. જે બાદ પોલીસે આ ઘટના અંગે તુરંતજ વનવિભાગને જાણ કરી અને વનવિભાગના અધિકારીઓને સાથે રાખી વ્હેલ માછલીની ઉલ્ટીનું વજન અને પાંચનામું કર્યું હતું. જેમાં પોલીસે રૂ.૧,૧૬,૫૦,૦૦૦ની કિંમતની વ્હેલ માછલીની ૧.૧૬૫ કિગ્રા ઉલ્ટીના જથ્થા સાથે અમરૂ સેલારભાઇ દેસાઇને ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઘોઘારોડ પોલીસને સોંપ્યો હતો.શિવાજી સર્કલ નજીક વ્હેલ માછલીની ઉલ્ટી સાથે પકડી પાડેલા અમરૂ સેલારભાઇ દેસાઇ પાસે આ પદાર્થ છેલ્લા ચાર વર્ષથી હતો અને ઘોઘાના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. તદુપરાંત તે આ ઉલ્ટી ઉંચા ભાવે વેચવાની ફિરાકમાં હતો તેમ એસઓજીના પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

