Jamnagar,તા.23
જામનગરના દરેડ પાસે એક શખ્સ રાંધણ ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલીંગ કરતો ઝડપાયો છે. તેના કબજામાંથી નાના મોટા અને ખાલી ભરેલા આઠ બાટલા કબજે કરાયા છે.
જામનગરના લાલ૫ુર રોડ પર દરેડ નજીક એક શખ્સ ગેરકાયદેસર રીતે ગેસના બાટલા માં રીફીલીંગ કરતો હોવાની બાતમી પરથી ગઈ કાલે રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે દરોડો પાડ્યો હતો.ત્યાંથી દરેડના ઈન્દિરા આવાસ પાછળ રહેતો નારણભાઈ ગાંડાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ સલામતીના કોઈપણ સાધન રાખ્યા વગર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરી રહ્યો હતો. સ્થળ પરથી ખાલી-ભરેલા અને નાના મોટા આઠ બાટલા તેમજ રેગ્યુલેટર, નોઝલ, વજનકાંટો કબજે કરવામાં આવ્યા છે. આ શખ્સ સામે પંચકોશી બી ડિવિઝનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.