Sri Lanka,તા.10
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં એક વાંદરાને કારણે સમગ્ર દેશમાં વીજળી સંકટ ઉભુ થઇ ગયું હતું. રવિવારે રાજધાની કોલંબોના પાવર ગ્રિડની અડફેટે એક વાંદરો આવી ગયો હતો, જેને કારણે સમગ્ર ગ્રિડ જ નિષ્ફળ ગયું હતું અને વીજળી ગુલ થઇ ગઇ હતી. આ ઘટના સવારે 11 વાગ્યા બાદ બની હતી. કલાકો સુધી શ્રીલંકાની હોસ્પિટલોથી લઇને અનેક જાહેર સ્થળોએ વીજળી બંધ રહી હતી.
શ્રીલંકાના ઉર્જા મંત્રી કુમારા જયકોડીએ મીડિયાને જણાવ્યું હતું કે પાનાદુરા વિસ્તારમાં પાવર ગ્રિડના સબસ્ટેશનના સંપર્કમાં એક વાંદરો આવ્યો હતો, જેને કારણે ભારે ધડાકા સાથે વીજળી બંધ થઇ ગઇ હતી. મંત્રીએ સ્વીકાર કર્યો હતો કે આ ઘટનાને કારણે લાંબા સમય સુધી અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહી હતી, નેશનલ હોસ્પિટલ પણ તેનો ભોગ બની હતી, જોકે એક કલાક બાદ હોસ્પિટલમાં વીજળી આવી ગઇ હતી. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાંચ કલાક સુધી વીજળી નહોતી આવી.
વીજળી ગુલ રહેતા દેશના અનેક વિસ્તારોમાં પાણી સંકટ પણ ઉભુ થયું હતું કેમ કે વીજળીના અભાવે મોટરો બંધ રહેતા લોકોને પાણી પહોંચાડવું મુશ્કેલ થઇ ગયું હતું.
આ ખુલાસો પણ શ્રીલંકાની સરકાર દ્વારા કરાયો હતો.
સાથે લોકોને અગાઉથી જ તેની જાણ કરી દેવાઇ હતી. કેટલાક વિસ્તારોમાં વીજળી સપ્લાય શરૂ કરી દેવાયો હોવાનો સરકારે દાવો કર્યો છે પરંતુ અનેક વિસ્તારો હજુ પણ વીજળી વગરના છે. જેને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.