Mumbai,તા.23
ભારતના સૌથી યુવા ક્રિકેટર વૈભવ સુર્યવંશીએ પોતાના નામે નવો કિર્તિમાન સર્જયો છે. એ શ્રેણીની ક્રિકેટ મેચ રમનાર તે ભારતનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. વિજય હઝારે ટ્રોફીનો મેચ રમીને તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો જોકે પ્રથમ મેચમાં પ્રથમ દડે બાઉન્ડ્રી ફટકાર્યા બાદ બીજા બોલે આઉટ થઈ ગયો હતો.
વિજય હઝારે ટ્રોફીનાં બિહાર અને મધ્યપ્રદેશ વચ્ચેના મેચમાં તેને સ્થાન મળ્યુ હતું. માત્ર 13 વર્ષ અને 269 દિવસની ઉંમરે એ શ્રેણીનો મેચ રમનાર તે ભારતનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
આ રેકોર્ડ અત્યાર સુધી અલી અકબર નામનાં ક્રિકેટરનો હતો જેઓ 14 વર્ષ અને 11 દિવસની ઉંમરે એ શ્રેણીની મેચ રમી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલની હરરાજીમાં વૈભવ સુર્યવંશીને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો છે.
વૈભવે પોતાની બેઝ પ્રાઈઝ 30 લાખની રાખી હતી અને તેનાથી ચાર ગણા નાણા મળ્યા હતા.આઈપીએલની હરરાજીમાં વેચાનાર તે સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેની ઉમર 13 વર્ષ 242 દિવસની હતી.