શહેરના મવડીના વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃદ્ધાને નિશાન બનાવી સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આનંદ નગર વિસ્તારમાં રહેતા શ્યામ ઉર્ફે જાંબુ સોલંકીને ક્રાઈમ બ્રાન્ચએ દબોચી લઈ સોનાનો ચેન અને એકટીવા મળી રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત શહેરમાં છેલ્લા એક માસથી તાલુકાને બી ડિવિઝન પોલીસ મથકોના વિસ્તારોમાં ચીલઝડપોના વધતા જતા બનાવોને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સીએચ જાદવ સહિતની સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સમડીને ઝડપી લેવા પીએસઆઇ એ એન પરમાર અને એસવી ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જ તાજેતરમાં શહેરના આનંદ નગર મેઇન રોડ ખાખી દાબેલી ઉપર ત્રીજા માળે રહેતો શ્યામ ઉર્ફે જાંબુ દિનેશ સોલંકી નામનો gj 3 pc 87 87 નંબરના એકટીવા માં શંકાસ્પદ હાલતમાં ગુનાને અંજામ આપવા રખડતો હોવાની હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ પાંભર ,કૃષ્ણદેવસિંહ ઝાલા ,હરસુખભાઈ સબાડ અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે ગોઠવેલી વોચમાં પૂરપાટ ઝડપે એકટીવા લઈને નીકળેલા શ્યામ ઉર્ફે જાંબુ સોલંકીને અટકાવી તલાસી લેતા તેના કબજા માંથી રૂપિયા એક લાખની કિંમતનો સોનાનો ચેન મળી આવતા તેની પૂછપરછ કરતા તેને મવડી કણકોટ રોડ ઉપર ગ્રીન સિટીમાં રહેતા વીણાબેન દિનેશભાઈ પટેલ નામના વૃદ્ધાને ફિલ્ડ માર્શલ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃદ્ધાને નિશાન બનાવી અને ચીલ ઝડપ કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી સોનાનો ચેન અને એકટીવા મળી 1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
- Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
- Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
- Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
- Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
- Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
- Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
- Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત