મોડી રાતે બનેલી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાને સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો , હડમતાળાના ક્ષત્રિય પરિવારમાં શોક
Gondal ,તા.03
ગોંડલ નજીકના ભરૂડી નજીક મોટરનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં હડમતાળાના ક્ષત્રિય યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રે ૧૨/૩૦ ના સુમારે ગોંડલ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ ભરૂડી નજીકના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ હતા ત્યારે અકસ્માતે મોટરનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ગાડી ચલાવતા કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા ના યુવાન દિવ્યરાજસિંહ અજીતસિંહ જાડેજા ને ગંભીર ઇજા થતા ઢળી પડ્યા હતા બે ભાન અવસ્થામાં દિવ્યરાજસિંહ ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે ૨/૩૦ વાગે મૂર્તયુ નીપજ્યું હતુંઆ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સોલંકી એ તપાસ હાથ ધરી છે. આ બનાવ થી હડમતાળા ગામમાં છત્રીય પરિવારમાં શોખનું મોજુ ફેલાય છે.