Ahmedabad,તા.30
અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA), જેની સ્થાપના વર્ષ ૧૯૯૧માં થઈ હતી, તે આજે ૩૫ વર્ષના સર્જન, સહકાર અને સર્જનાત્મક ઉત્તમતાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે *“ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬”*નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે — જે ગુજરાતના એડવર્ટાઈઝિંગ અને મીડિયા ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્જનાત્મક સમારોહ બનશે.
આ ઉત્સવમાં પાંચ વિશિષ્ટ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે:
ક્રિએટિવ સ્પાર્ક – યુનિવર્સિટી સ્ટુડન્ટસ માટે ક્રિએટિવ કોમ્પિટિશન, સાહિત્ય અને સંચારનું કલા-સંગમ, લેજન્ડ ટોક શો – રાષ્ટ્રીય સ્તરના એડવર્ટાઈઝીંગ નિષ્ણાતો સાથેની ઇન્ટરેક્ટિવ ચર્ચા, એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬ જેમાં પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન/સિનેમા, આઉટડોર અને ડિજિટલ મીડિયામાં સર્જનાત્મક ઉત્કૃષ્ટતાનો સન્માન સમારોહ અને નૅશનલ કૉફી ટેબલ બુક – ગુજરાતની સર્જનાત્મક સિદ્ધિઓનું ડૉક્યુમેન્ટેશન થશે.એએસીએ મિડિયા એવોર્ડસમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન હવે ઓપન છે! એડવર્ટાઈઝીંગ એજન્સીઓ તેમની એન્ટ્રી ઓનલાઇન www.mediaawards.adcircle.in પર સબમિટ કરી શકે છે
ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે થશે.
ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ ગુજરાત એડવર્ટાઈઝીંગ – મિડીયાની સર્જનાત્મકતા અને ઉત્તમતા માટે સૌથી ભવ્ય સેલિબ્રેશન બનશે. GO GRAB IT !

