Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું

    June 7, 2025

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    June 7, 2025

    Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું
    • તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો
    • Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક
    • India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું
    • Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ
    • Vadodara શહેરના વિસ્તારોમાં તા.10 થી 17 દરમિયાન સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Aamir Khan લોકેશ સાથે સુપરહિરો ફિલ્મ ફાઈનલ કરી
    મનોરંજન

    Aamir Khan લોકેશ સાથે સુપરહિરો ફિલ્મ ફાઈનલ કરી

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025Updated:June 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લોકેશ કનગરાજ સાથેની આ ફિલ્મ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, લોકેશ અને હું સાથે ફિલ્મ કરી રહ્યા છીએ

    Mumbai તા.૬

    આમિર ખાન હેલ તો તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સ્પોટ્‌ર્સ ડ્રામા ફિલ્મ ૨૦ જૂને રિલીઝ થવાની છે. તે પહેલાં આમિરે તેની આગામી ફિલ્મ અંગે પણ જાહેરાત કરી દીધી છે. ૨૦૨૪માં એવા અહેવાલો આવેલા કે આમિર ખાન તમિલ ફિલ્મ મેકર લોકેશ કનગરાજ સાથે સુપરહિરો સ્ટોરી આધારીત ફિલ્મની વાટાઘાટોમાં છે. આ અંગે વાત કરતા આમિરે હવે કન્ફર્મ કરી દીધું છે કે તે આ ફિલ્મ કરે છે અને તેમાં વાતચીત આગળ વધી છે.લોકેશ કનગરાજ સાથેની આ ફિલ્મ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું,“લોકેશ અને હું સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ એક સુપરહિરો ફિલ્મ છે, જેમાં મોટા પાયે એક્શન સીનનું આઉટડોર શૂટિંગ થશે.” આમિરે આગળ એવું પણ કહ્યું તેણે આ ફિલ્મ સાઇન પણ કરી લીધી છે અને ૨૦૨૬નાં બીજા ભાગમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આમિરે કહ્યું,“૨૦૨૬ના બીજા ભાગમાં ફિલ્મનું શૂટિંગ શરુ થશે. અમે બંનેએ સાઇન પણ કરી લીધી છે. આથી વિશેષ હું કંઈ જ કહી શકીશ નહીં. આ બે વર્ષ પછીની વાત છે.”આ ઉપરાંત ઇન્ટરવ્યુમાં આમિરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત વિશે પણ વાત કરી હતી, તેણે કહ્યું,“છેલ્લાં ૨૫ વર્ષથી મહાભારત મારું સપનું રહ્યુ છે. તમે જ્યારે મહાભારત બનાવો ત્યારે તમે માત્ર એક ફિલ્મ નથી બનાવી રહ્યા. તમે એક યજ્ઞ કરવા નીકળ્યા છો. તમારે સજ્જ થવું પડે, જેના માટે હું તૈયારી કરી રહ્યો છું. મારું સપનું પૂરું થશે કે નહીં, એ મને હજુ ખબર નથી. પરંતુ જ્યાં સુધી હું એ રસ્તે ચાલું નહીં, જ્યાં સુધી મારી સામે પ્રાથમિક માળખું તૈયાર ન હોય, ત્યાં સુધી હું આ અંગે કશું જ કહી શકીશ નહીં. હું તમને ફિલ્મની કાસ્ટ વિશે પણ કશું જ કહી શકીશ નહીં. હું જે પણ કહીશ એ ખોટું હશે, હાલ મારી પાસે યોગ્ય માહિતી નથી.”આમિરે કહ્યું,“૨૫ વર્ષથી મારું મન છે કે હું મહાભારત પર કામ કરું. પરંતુ જેમ મે કહ્યું એમ, આ એક અલગ સફર હશે. આ સફર ક્યાં પહોંચશે એ મને ખબર નથી. પરંતુ આ સફર ચોક્કસ શરુ થશે. પરંતુ હાલ એ માત્ર એક સપનું છે.”આ સુપરહિરો ફિલ્મનું કામ કરતાં પહેલાં આમિર અને લોકેશ બંને તેમના પહેલાંના કામ પૂરા કરી દેશે. એક તરફ તમિલ ફિલ્મ મેકર લોકેશ કનગરાજ હાલ તો રજનીકાંત સાથે ‘કૂલી’માં વ્યસ્ત છે, પછી કાર્થિ સાથે ‘કૈથી ૨’નું કામ શરૂ કરશે. જ્યારે આમિર હાલ ‘સિતારે ઝમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે., એના પછી તે રાજકુમાર હિરાણી સાથે દાદા સાહેબ ફાળકેની બાયોપિક પર કામ શરૂ કરશે. ચર્ચા તો એવી પણ હતી કે રાજકુમાર હિરાણી અને આમિર ખાન ‘પીકે ૨’ અંગે પણ ચર્ચા કરી રહ્યા છે.જોકે, આમિરે આ વાત ફગાવી દીધી છે. તેણે કહ્યું,“પીકે ૨ માત્ર એક અફવા છે. મને એના વિશે કંઈ જ ખબર નથી. હા દાદા સાહેબ ફાળકેની ફિલ્મ ચોક્કસ બની રહી છે. હું અને રાજુ એના પર કમ કરી રહ્યા છીએ.”આ ઉપરાંત આમિર અને લોકેશ વધુ એક ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા છે. લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’માં પણ આમિર એક મહેમાન કલાકારનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે, જેમાં રજનીકાંત લીડ રોલમાં છે. લોકેશે આ ફિલ્મમાં આમિર માટે એક ખાસ પાત્ર લખ્યું છે. આ ફિલ્મમાં નાગાર્જૂન, ઉપેન્દ્ર, શૌબિન શાહિર અને શ્રુતિ હસન પણ છે. બીજી એક વાત એવી પણ છે કે લોકેશની ‘કૂલી’ની ટક્કર બોક્સ ઓફિસ પર જુનિયર એનટીઆર અને રિકિતની ‘વૉર ૨’ સાથે થશે.

    -film-with-lokesh Aamir Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kriti Sanon એક જ ઘૂંટમાં વરુણ ધવનનો ચોકલેટ શેક પી ગયો, વીડિયો ચાહકોમાં વાયરલ થયો

    June 6, 2025
    મનોરંજન

    પીઢ actor Jeetendra એ રાતોરાત ૮૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી

    June 6, 2025
    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે યુઝરની ટિપ્પણી પર આરજે મહવાશ ગુસ્સે થઇ

    June 6, 2025
    મનોરંજન

    Aditya Roy Kapur અને સારા અલી ખાને સમજાવી ‘સિચ્યુએશનશિપ’

    June 6, 2025
    મનોરંજન

    Pankaj Tripathi અને અદિતી રાવે શરૂ કરી ‘પારિવારિક મનુરંજન’

    June 6, 2025
    મનોરંજન

    PK 2માં Ranbir બનશે એલિયન?

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું

    June 7, 2025

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    June 7, 2025

    Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક

    June 7, 2025

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 7, 2025

    Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!

    June 7, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું

    June 7, 2025

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    June 7, 2025

    Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.