New Delhi,તા.૧૮
દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જામીન આપ્યા છે. કોર્ટે તેને શરતી જામીન આપ્યા છે, તે દેશની બહાર જઈ શકશે નહીં. કોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈને લગભગ ૧૮ મહિના જેલમાં સજા ભોગવી છે. જો કે ઈડ્ઢએ સત્યેન્દ્ર જૈનના જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તે જેલમાં લાંબી સજા ભોગવી ચૂક્યો છે. તેથી, હાઇકોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી મંજૂર છે, તેમણે રૂ. ૫૦,૦૦૦ના અંગત બોન્ડ ભરવા પડશે.
જામીન મંજૂર કરતી વખતે, હાઇકોર્ટે સત્યેન્દ્ર જૈનની લાંબી અટકાયતનો ઉલ્લેખ કર્યો અને મનીષ સિસોદિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ઝડપી ટ્રાયલના અધિકાર પર મૂળભૂત અધિકાર તરીકે ભાર મૂકવામાં આવ્યો હતો.