Dubai,તા.17
ભારતની મેન્સ અને વિમેન્સ ટીમનાં સ્ટાર ઓપનર અભિષેક શર્મા અને સ્મૃતિ મંધાનાને આઇસીસીનો ‘પ્લેયર ઓફ ધ મંથ’નો એવોર્ડ મળ્યો છે. અભિષેકને પુરુષોની કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સ્મૃતિને મહિલા કેટેગરીમાં આ સિદ્ધિ મળી હતી.
અભિષેક અને સ્મૃતિએ અનુક્રમે એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અભિષેકે સપ્ટેમ્બરમાં કુલ સાત મેચ રમી હતી, જેમાં તેણે 44.85ની સરેરાશ અને 200 સ્ટ્રાઇક રેટથી કુલ 314 રન ફટકાર્યા હતા. તેણે ભારતને એશિયા કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શાદાબને કમાન્ડ મળશે!
સલમાન અલી આગાના સ્થાને ઓલરાઉન્ડર શાદાબ ખાનને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટી-20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા છે. ખભાની સર્જરી બાદ શદાબ હવે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે આવતા મહિને શ્રીલંકા સામેની ઘરઆંગણે રમાયેલી શ્રેણીમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે.