Dubai તા.8
ભારતના કરિશ્માઈ ખેલાડીઓ અભિષેક શર્મા, કુલદીપ યાદવ (પુષોની શ્રેણી) અને સ્મૃતિ મંધાના (મહિલા શ્રેણી) ને સપ્ટેમ્બર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
ડાબોડી T20 સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન અભિષેક શર્માએ ઞઅઊમાં રમાયેલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સાત T20 મેચમાં ત્રણ અડધી સદી સહિત 314 રન બનાવ્યા હતા.
આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 0.200 હતો. ડાબોડી સ્પિનર કુલદીપે પણ એશિયા કપમાં 6.27 ના ઇકોનોમી રેટથી 17 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ પ્લેયર ઓફ ધ મન્થ માટે નામાંકિત થનાર ત્રીજો ખેલાડી છે.
સ્મૃતિ ટોચ પર
દુબઈઃ ભારતીય સ્ટાર સ્મૃતિ મંધાના ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. સ્મૃતિના 791 રેટિંગ પોઈન્ટ છે, જે ઇંગ્લેન્ડની નેટ સાયવર-બન્ટથી 60 પોઈન્ટ આગળ છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની તાજમિન બ્રિટ્સ અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.