બીજી સિક્સર ફટકારી ત્યારે ઓપનિંગ બેટ્સમેન તરીકે એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બન્યો
Melbourne તા.૩૧
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ્૨૦ શ્રેણીની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અભિષેક શર્મા સિવાય ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું.
ભારતીય ટીમનો દાવ ૧૮.૫ ઓવરમાં ફક્ત ૧૨૫ રન સુધી સીમિત રહ્યો. અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયાના દાવમાં ફક્ત ૩૭ બોલનો સામનો કરીને ૬૮ રન બનાવ્યા. આ શાનદાર ઈનિંગ દરમિયાન, અભિષેકે ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા પણ ફટકાર્યા હતા. જેનાથી પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
અભિષેક શર્માએ તેના ્૨૦ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું ત્યારથી તેનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જ્યારે અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ્૨૦ આંતરરાષ્ટ્રીયમાં તેની ઇનિંગ દરમિયાન બીજી સિક્સર ફટકારી ત્યારે આ સાથે જ તે ઓપનિંગ બેટ્સમેન તરીકે એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન બન્યો. અભિષેકે પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જેણે ૨૦૨૧ માં ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ૪૨ છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે હવે આ યાદીમાં મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે, તેણે ૨૦૨૫ માં કુલ ૪૩ છગ્ગા ફટકાર્યા છે.
એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનારા ઓપનિંગ બેટ્સમેન
અભિષેક શર્મા (ભારત) – ૪૩ છગ્ગા, ૨૦૨૫
મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) – ૪૨ છગ્ગા, ૨૦૨૧
માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) – ૪૧ છગ્ગા, ૨૦૨૧
એવિન લુઇસ (વેસ્ટ ઈન્ડિઝ) – ૩૭ છગ્ગા, ૨૦૨૧
કોલિન મુનરો (ન્યુઝીલેન્ડ) – ૩૫ છગ્ગા, ૨૦૧૮
અત્યાર સુધી, અભિષેક શર્માએ કુલ ૨૬ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં ૨૫ ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ સમયગાળા દરમિયાન, અભિષેકે ૩૭.૪૪ ની સરેરાશથી કુલ ૯૩૬ રન બનાવ્યા છે, જેમાં બે સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. અભિષેકને તેના ૧૦૦૦ રનનો આંકડો પૂર્ણ કરવા માટે ફક્ત ૬૪ રનની જરૂર છે અને જો તે આગામી મેચમાં આમ કરવામાં સફળ થાય છે, તો તે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૦૦૦ રન પૂર્ણ કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની જશે.
આજની ટી૨૦ મેચમાં પણ અભિષેક શર્માએ ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ટીમના ટોચના તમામ બેટ્સમેનો આજે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં નિષ્ફળ ગયા હતા. અભિષેકે શાનદાર ઈનિંગ રમી હતી.

