Morbi,તા.20
ટંકારામાં નેગોશિયેબલ ઇન્સ. એક્ટની કલમ હેઠળ સજા પામેલ આરોપી કોર્ટમાં હાજર ના થયો હતો જે આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ફરાર આરોપીને ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સજા પામેલ અને પકડ વોરંટ વાળા ઇસમોને તાત્કાલિક ઝડપી લેવા કાયદેસર કાર્યવાહી કરવા ટંકારા પોલીસ ટીમ કાર્યરત હોય દરમિયાન રાજકોટની કોર્ટ દ્વારા ફોજદારી કેસ નં ૩૬૪૫/૨૦૧૯ ના આરોપી મહેશભાઈ મગનભાઈ વામજા રહે લજાઈ તા. ટંકારા વાળાને ધી નેગોશીયેબલ ઇન્સ. એક્ટની કલમ ૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય અને આરોપી નામદાર કોર્ટમાં હાજર થયો ના હતો જેથી આરોપીનું રાજકોટ કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું હતું જે વોરંટની ગંભીરતા ધ્યાને લઈને આરોપી અંગે હકીકત મેળવી આરોપી મહેશ વામજાને પકડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જેથી આરોપીને રાજકોટ જેલહવાલે કરવામાં આવ્યો છે