Rajkot. તા.22
સાયલા પોલીસ મથકના દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને નાસતા-ફરતા સ્કોડ ઝોન-2 ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવાની આપેલ સૂચનાથી નાસતા ફરતા સ્કોડ ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલાની ટીમ આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતી.
દરમિયાન કર્મચારીઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના અંગ્રેજી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી કૃણાલગીરી રાજેશગીરી ગોસ્વામી (હાલ. રહે પોપટપરા શેરી નંબર 1/14, મૂળ રહે. નારાયણ તરઘડા ગામ, બોટાદ) ને પકડી પાડી સાયલા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં પણ અગાઉ દારૂનો ગુનો નોંધાઈ ચુક્યાનું સામે આવ્યું છે.