Q2 નો ચોખ્ખો નફો રૂ. 1,119 કરોડ થયો, વાર્ષિક ધોરણે 460 ટકાની વૃદ્ધિ
Q2 સિરીઝમાં અત્યાર સુધીની સૌથી વધુ વોલ્યુમ 10.0 Mn T, વાર્ષિક ધોરણે 16 ટકા વધુ
Ahmedabad,તા.31
ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને સૌથી ઝડપથી વિકસી રહેલી બિલ્ડિંગ મટિરિયલ્સ અને સોલ્યુશન્સ કંપની એસીસી લિમિટેડે EBITDAમાં તીવ્ર ઉછાળા અને વેચાણમાં મજબૂત વૃદ્ધિ સાથે Q2 FY’26માં અદ્વિતીય પર્ફોર્મન્સ આપ્યું છે તથા નાણાંકીય વર્ષના પ્રારંભથી મોમેન્ટમ જાળવી રાખ્યું છે. કંપનીનું ‘Reimaginaction’ અભિયાન તમામ મુખ્ય વેલ્યુ લેવલર્સ પર હકારાત્મક પરિણામો આપી રહ્યું છે. આ સિદ્ધિ વધુ સારી ઓપરેશનલ કાર્યક્ષમતા અને તીવ્ર ગ્રાહક-કેન્દ્રિત અભિગમને દર્શાવે છે જે વિશિષ્ટ પરિવર્તન એજન્ડા, શિસ્તબદ્ધ અમલીકરણ, તાજેતરના કરવેરા સુધારાના પગલે પ્રીમિયમ સોલ્યુશન્સની બહોળી સુલભતા અને ડીલર, કોન્ટ્રાક્ટર તથા લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં ઝડપી ડિજિટલ ઇન્ટિગ્રેશન દ્વારા સમર્થિત છે.
એસીસી લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે આ ત્રિમાસિક ગાળો સિમેન્ટ સેક્ટર માટે ખૂબ મહત્વનો રહ્યો છે. લાંબો સમય સુધી ચાલેલા ચોમાસાના પગલે ઊભા થયેલા પડકાર છતાં સેક્ટરને જીએસટી 2.0 સુધારા, Carbon Credit Trading Scheme (CCTS) અને કોલ સેસ પાછો ખેંચાવા સહિતના અનેક સાનુકૂળ પગલાંનો લાભ મળ્યો છે. આ ગતિવિધિઓ આગળ જતા માંગની સ્થિર ગતિ જાળવી રાખશે.
બહોળા અદાણી સિમેન્ટ પરિવારના ભાગ તરીકે તથા અંબુજા સિમેન્ટ્સના પેરેન્ટેજ હેઠળ એસીસીને લોજિસ્ટિક્સ, રિન્યૂએબલ એનર્જી અને ઇનોવેશન સુધી ફેલાયેલી ગ્રુપની ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમનો લાભ મળી રહ્યો છે. આ ઇકોસિસ્ટમમાં અંબુજાના વ્યૂહાત્મક રોકાણોથી એસીસીના વિસ્તરણ, પડતર કિંમતમાં સુધારો અને પરિવર્તનમાં પણ મદદ મળી રહી છે. અંબુજાની ~ 30 MTPA, 1000 MW of RE power ની આગામી ક્લિંકર ક્ષમતા પણ MSA હેઠળ એસીસી માટે ઉપલબ્ધ રહેશે જે તેના ગ્રોથ મોમેન્ટમને ચાલુ રાખશે. કોસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ, પ્રીમિયમાઇઝેશન અને ડિજિટલાઇઝેશનના લીધે FY’26ના બાકીના સમયગાળા માટેનું આઉટલૂક હકારાત્મક છે.
કામગીરીની મુખ્ય બાબતોઃ
ક્ષમતાઃ
સલાઇ બનવા (2.4 MTPA), કલંબોલી (1.0 MTPA) ખાતેના સિમેન્ટ ગ્રિન્ડલિંગ યુનિટ્સ Q3 FY’26 સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે.
હાલના પ્લાન્ટ્સ ખાતે વધુ ડિબોટલનેકિંગથી FY’28 સુધીમાં 5.6 MTPA ક્ષમતા ઉમેરાશે.
લોજિસ્ટિક્સ ડિબોટલનેકિંગ પ્રોગ્રામથી હાલની ક્ષમતા ઉપયોગમાં 3 ટકાનો સુધારો કરવામાં મદદ મળશે.
2022માં અદાણી સિમેન્ટ કેપેસિટી એવરેજ એજ 38 વર્ષની હતી જે એસીસી એસેટ્સના વારસા (50 વર્ષની એવરેજ એજ) દ્વારા પ્રભાવિત હતી. એવરેજ એજ લગભગ 40 ટકા સુધરી છે અને FY 2028 સુધીમાં 155 MTPA સુધી હજુ સારી રીતે સુધરશે. આનાથી વધુ સારી કાર્યક્ષમતા તથા વધુ સારા ઓપરેટિંગ લિવરેજ માટેની તકો મળશે.
ઇકોસિસ્ટમ એન્ગેજમેન્ટઃ
વિવિધ જોખમોને ઘટાડવામાં મદદ કરવા માટે પ્રોજેક્ટ્સ, O&M, કાચા માલના પુરવઠા, ટેકનોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં વેન્ડર્સ સાથે ગહન ભાગીદારી જોડાણ.
ટેન્ક કન્ટેનરની હેરફેર માટે CONCOR સાથેના MoU લોજિસ્ટિક્સ ખર્ચને ઓપ્ટિમાઇઝ કરવામાં અને નેટ ઝીરો ઉત્સર્જન પ્રતિબદ્ધતાને સરળ બનાવવામાં મદદ કરશે. આ ભાગીદારી Bulk Cement Terminals (BCTs) સ્થાપવા માટેનો માર્ગ પણ ખોલે છે જેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
વિવિધ હિસ્સેદારો સાથે વ્યાપક અને ગહન જોડાણ માટે SamvAAAd, NirmAAAnotsav, Adani Cement FutureX, Dhanvarsha પહેલ શરૂ કરવામાં આવી હતી.
આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગઃ તાજેતરના સમયમાં કેટલાક ખૂબ મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે અગ્રણી સિમેન્ટ સપ્લાયર રહી, જેમ કેઃ
નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ
ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો સિંગલ-આર્ક રેલવે બ્રિજ
અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના રાફ્ટ ફાઉન્ડેશન માટે કોંક્રિટ સપ્લાય કર્યું અને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો (54 કલાકમાં 24,100 ક્યુબિક મીટર)
જીએસટી દરોનો લાભઃ સિમેન્ટ પરના જીએસટીનો દર 22 સપ્ટેમ્બર, 2025ની અસરથી જીએસટી 2.0 સુધારા હેઠળ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો હતો. આ સમગ્ર લાભ ગ્રાહકોને આપવામાં આવ્યો છે. આ સંદર્ભે કંપનીએ ડીલર્સ અને અન્ય ચેનલ પાર્ટનર્સને નેશનલ મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા મોટાપાયે જાણ કરી છે. એકંદરે જીએસટી સુધારાથી સિમેન્ટની કિંમતો ઘટી છે જેના લીધે ગ્રાહકો અદાણી સિમેન્ટની પ્રીમિયમ પ્રોડક્ટ્સ પસંદ કરે તે માટે મદદ મળી છે.




