Jamnagar તા ૭
જામનગર- ખંભાળિયા ચોરી માર્ગ પર પડાણા પાટીયા નજીક એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં જામનગરના ક્રિશ્ચિયન દંપતિ ને ઇજા થઈ હતી. જેમાં પત્નીને પગમાં પ્લાસ્ટિક સર્જરી કરવાનો વારો આવ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રેલવે સ્ટેશન ની બાજુમાં રહેતા અને ચર્ચમાં સેવા પૂજા કરતા બેનસેન ડેનીયલ ક્રીશ્ચીયન કે જેઓ પરમદિને સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં પોતાના પત્ની બિંદુબેન ને બાઈક માં બેસાડીને જામનગર થી મેઘપર પડાણા તરફથી રહ્યા હતા.
જે દરમિયાન પડાણા ગામના પાટીયા પાસે જી.જે. ૩ બી.એન. ૮૯૭૭ નંબરના ટ્રક ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવારને સામાન્ય ઇજા થઈ હતી. પરંતુ પાછળ બેઠેલા તેમના પત્ની બીન્દુબેન ને ફ્રેકચર સહિતની ઈજા થઈ હતી અને સૌ પ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેની સર્જરી કરાઈ છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજાએ ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

