Mangrol,તા.14
માંગરોળ નજીકના ઝડકા ગામ નજીક હાઈવે પર બસ ટ્રક બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સહેજમાં મોટી દુર્ઘટના અને જાનહાનીઅટકી હોય તેવા બનાવમાં ત્રણેય વાહનોમાં મોટું નુકસાન થયું હતું.માળીયાના ઝડકા ગામ પાસે હાઈવે પર હોટલ કાઠીયાવાડી નજીક ઉના થી રાજકોટ જતી એસટી બસ ડિવાઇડર નજીક રોડ ક્રોસ કરતી વખતે સાઈડ માંથી પસાર થતાં ટ્રક સાથે અથડાય પડી હતી અને ટ્રક ની આગળ ની બોલેરો ને ટ્રકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માત માં વેરાવળ થી ૧૧વાગે ઉપડેલી એસટી ની બસ ઝટકા ગામ પાસે અકસ્માતનો ભોગ બની હતી જોકે આ બનાવમાં વાહનોને નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી