Morbi,તા.05
મોરબી-વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક કાર્ગો રીક્ષા લઈને જતા યુવાનને ડમ્પરે હડફેટે લીધી હતી અને ટ્રક સાથે ઘસેડાઈ અકસ્માત કરતા રીક્ષા ચાલક યુવાનને ઈજા પહોંચી હતી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે
મોરબીના ત્રાજપર ખારી પાસે રહેતા કિશન દીલીપજી ઠાકોર (ઉ.વ.૨૯) નામના યુવાને ડમ્પર ટ્રક જીજે ૩૨ ટી ૮૬૦૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૫-૨૫ ના સવારના દશેક વાગ્યે ફરિયાદી કાર્ગો સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૨૭૮૫ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી જતા હતા ત્યારે જાંબુડિયા ગામ આરટીઓ કચેરી સામે બ્રીજ પહેલા ટ્રક ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લઈને ટ્રક સાથે ઘસેડાઈ અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદી કિશન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે