ઓવરબ્રિજ ઉતરતા ટેન્કર ચાલકે સિગ્નલ બતાવ્યા વગર અચાનક બ્રેક મારી દેતા સર્જાયો જીવલેણ અકસ્માત
Rajkot,તા.22
અમદાવાદ હાઈવે કુચીયાદડ ઓવર બ્રિજ ઉતરતા ટેન્કર ચાલકે કોઈપણ જાતનું સિગ્નલ બતાવ્યા વગર રસ્તા વચ્ચે જ ટેન્કર ઉભું રાખી દેતા ટ્રક અથડાય પડ્યું હતું અને ટ્રક ચાલકનું ગંભીર ઇજા ના કારણે મોત નીપજ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તારીખ 17 5 ના રોજ બપોરે 2:00 વાગ્યે રાજકોટ અમદાવાદ હાઈવે રોડ કુચીયાદળ અવર બ્રિજ કરતા કાલાવડ ના અલા ગામના ટ્રક ડ્રાઇવર રવિરાજસિંહ રામસંગ ઝાલા પોતાનો ટ્રક નંબર gj 18 એ ઝેડ 76 62 લઈને વાંકાનેર જતા હતા ત્યારે રસ્તા પર વરાહ ઇન્ફ્રા લિમિટેડ કંપની નું ટેન્કર નંબર એચ આર 46 સી 31 59 ના ચાલકે કોઈપણ પ્રકારના સિગ્નલ બતાવ્યા વિના ટેન્કર હાઇવે પર ઉભો રાખી દેતા રવિરાજસિંહ ઝાલા નું ટ્રક પેકર સાથે અથડાઈ ગયું હતું અને ચાલક રવિ રાજસિંહ ને માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાજ મૃત્યુ નીપજ્યું હતું.