Surendranagar,તા.16
પાટડી-વિરમગામ રોડ પર દસાડા તાલુકાના જરવાલા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકનેેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાટડી-વિરમગામ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ટ્રક સાથે અથડાતા બાઇક ચાલક અને અન્ય એક વ્યક્તિ રોડ પર પટકાયા હતા, જેના કારણે (૧) ખોડાભાઈ નવઘણભાઈ ઠાકોર (ઉં.વ.૨૩) (૨) ભેમજીભાઈ સોમાજી રાઠોડ (ઉં.વ. ૧૮) (બંને રહે.હરિપુરા, તા. દસાડા)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખોડાભાઈ ઠાકોરને માથા, પગ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ભેમજીભાઈ રાઠોડને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી.